શાળાકીય પ્રવૃતિઓ



                                                               T.L.M                                                                       


          અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળામાં   T.L.M.  બનાવવાની પ્રવૃતિમાં  મશગુલ વિદ્યાથીઓ તેમજ શાળાના શિક્ષક મિત્રો...
                    T.L.M. બનાવવા જેવી વિવિઘ  પ્રવૃતિઓ કરાવવાથી ના બાળકોમાં પડેલ સુશુપ્ત શક્તિઓ ઉજાગર થાય છે.    પ્રવૃતિઓથી બાળકોની જિજ્ઞાસાવૃતિનો વિકાસ થાય છે.   બાળકોને કાંઇક નવું કરવું ને એકબીજાને માનભેર કહેવું કે જો મેં આ નવું બનાવ્યું. તેવો ભાવ પ્રગટ થાય છે.  શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકરના  T.L.M. શાળાના બાળકોએ બનાવ્યા  તે આ ફોટોગ્રાફમાં નિહાળી શકાય છે.
                  અહીંયા રજૂથયેલ ફોટોગ્રાફ એ અમારી શાળાના બાળકો દ્વારા તૈયાર થતા ટી.એલ.એમ.ના છે.
જે  શિક્ષકશ્રીના  માર્ગદર્શન  હેઠળ  દરેક  બાળક   ટી.એલ.એમ.  પ્રવૃતિમાં  રસપૂર્વક  કાર્ય ક રે છે.   જે આ ફોટોગ્રાફમાં નિહાળી શકાય છે.

















બાળમેળો - 2013 

            અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળામાં તા-13/03/2013 ના રોજ વર્ષ - 2012/13 નો બાળમેળો યોજાયો. 

           દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળાની ઉજવણી કરવામાં આવી હતી.બાળમેળોમાં શાળાના બાળકોએ પોતાની અંદર પડેલી આંતરીક અને કોઠાસૂઝ થી તથા શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓમાં સુંદર મજાના તોરણ,ઝૂંમર,ચિત્રો,રંગોળી વગેરે 
બનાવ્યા.
              બાળમેળાથી શાળાના બાળકોમાં પડેલ સુશુપ્ત શક્તિઓ ઉજાગર થાય છે. બાળમેળાની પ્રવૃતિઓથી બાળકોની જિજ્ઞાસાવૃતિનો વિકાસ થાય છે. બાળકોને કાંઇક નવું કરવું ને એકબીજાને માનભેર કહેવું કે જો મેં આ નવું બનાવ્યું.તેવો ભાવ પ્રગટ થાય છે.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો